Tuesday, 24 May 2016

અભેસીંગ રાઠોડ નો ડાયરો અમેરિકા ના આંગણે 1,2,3 જુલાઈ 2016


www.friendsofgujarat.org

દોસ્ત, હું ગુજરાત છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું... હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું... હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું... વીજળીના ચમકારે ગંગાસતીએ પોરવેલ મોતી છું...!!! હું છું ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના પાને પાને સચવાયેલી અસ્મિતા છું...! હું વીર નર્મદે જગાવેલ ગુજરાત મોરી મોરી નો ગગનભેદી નાદ છું....!!! હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું.... હું મુન્શીની પાટણની પ્રભુતા છું, અને મેઘાણીની રસધાર છું... હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. મને સાચવી રાખજો તમારામાં, હા, હું ગુજરાત છું... અને આવુંજ ગુજરાત જોવા, અને ગુજરાતીપણા ને ઉજવવા પધારો, એડિશન- અમેરિકા ના આંગણે...
1-2 & 3 જુલાઈ 2016 For Further detail & Ticket booking pls visit our website

www.friendsofgujarat.org


જય જય ગરવી ગુજરાત
- શૈલેષ સાવલીયા
President- India chapter
Friends of Gujarat inc USA

No comments:

Post a Comment